ગૃહ મંત્રી અમીત શાહ 19 માર્ચે ગીર-સોમનાથ ખાતે આવનાર હોય જે અંતર્ગત કલેક્ટર રાજદેવસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી.અને તૈયારીઓને લઈ ચર્ચા કરાઈ હતી આ ઉપરાંત આ દિવસે ગૃહ મંત્રી સોમનાથ મંદિરમાં દર્શન-પુજન કરશે. આ બેઠકમાં અધિક કલેક્ટર બી.વી.લીબાંસિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર.ખેગાર, કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન વિભાગ સુનિલ મકવાણા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.