યથાગ મહેનત:સોમનાથમાં ફરજ બજાવતા PSIએ કહ્યું, આ મારા માતા-પિતાની મહેનતનું પરિણામ

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લાના ભચાઉના વતની, પરિવારનું સ્વપ્ન પૂરૂ કર્યું

સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા પીએસઆઈ ડો. અનસુયાબેન વરચંદે કહ્યું હતું. કે, મારા માતાએ મારા ભણતર પાછળ જે અથાગ પરીશ્રમ ઉઠાવી મારી સ્વપ્ન પૂર્ણ કર્યું છે. આજે તેમના લીધે જ હું આ પદ પર પહોંચી શકી છું. અને સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવવાનો મોકો મળ્યો છે.

વધુમાં ડો. અનસુયાબેને કહ્યું હતું કે, મારા માતાનુ એક સ્વપ્ન હતુ કે મારી પુત્રી સરકારી નોકરી કરે તે મને કહેતા હતા કે, દિકરીઓએ ભણવું જોઈએ. અને સ્વતંત્રતાની શરૂઆત શિક્ષણથી જ થાય છે. જ્યારે મે પીએસઆઈની પરીક્ષા આપી ત્યારે વાંચવા માટે વહેલી સવારે ઉઠાડતા હતા. અને ઘરમાં કોઈ અવાજ ન થાય એ માટે કાળજી લેવામાં આવતી હતી. કચ્છ જિલ્લાના ભચાઉના વતની પીએસઆઈએ કહ્યુ હતુ કે, મારા માતા કુંવરબેન તથા મારા દાદીએ મારા અભ્યાસ માટે યથાગ મહેનત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...