ઊનાના દેલવાડા ગામે રહેતા યુવાનના મોબાઇલમાં અલગ અલગ અજાણ્ય નંબરથી મેસેજ કરી એક શખ્સ પૈસા પડાવી હેરાન કરી રહ્યો છે. તેમજ મોબાઈલ પર ખરાબ મેસેજ કરી બ્લેક મેઇલ પણ કરતો હોય તેમજ પરિવાર અને મિત્રોને પણ હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી આ બાબતે તાત્કાલીક તપાસ કરી કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરી હતી.
દેલવાડાના શ્યામનગર વિસ્તારમાં રહેતો રાજેન્દ્રભાઇ પ્રદિપભાઇ બાંભણીયાને પોતાના મોબાઇલ ફોનમાં છેલ્લા ચારેક માસ પહેલા એક લોનના સંદર્ભે લીંકવાળો મેસેજ આવેલ અને આ મેસેજ ઓપરેટ થઇ ગયેલ હોય જેથી મોબાઇલની તમામ ડિટેઇલ્સ અજાણ્યા શખ્સે મેળવી લીધી હતી.
બાદમાં રાજેન્દ્રભાઇને ફોન કરી પૈસાની માંગણી કરતો હોય આમ છેલ્લા ત્રણ માસથી જુદા જુદા એંગલથી પૈસા ડેબિટ કરી હેરાન પરેશાન કરતો હોય અને છેલ્લા ત્રણ દિવસથી આ ડિટેઇલ્સના માધ્યમથી તેમના પરીવારને તેમજ મિત્રોના મોબાઇલમાં અલગ અલગ નંબર પરથી અભદ્ર મેસેજ કરી બ્લેક મેઇલ કરી પરેશાન કરતો હોય આથી ગુજરાત રાજ્યના સાયબર યુનિટ વિભાગ દ્રારા આ અજાણ્યા નંબરના વ્યક્તિ પર યોગ્ય કાર્યવાહી કરી પોતાના પરીવારજનોને તેમજ મિત્રોને આવી હેરાનગતિથી મુક્તી મેળવવાની માંગ સાથે રાજેન્દ્રભાઇએ ઊના પોલીસમાં લેખિત રજુઆત કરી તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.