ઊના બેઠકના ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડના સમર્થનમાં સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા, ઉત્તર પ્રદેશ કેન્દ્રિય મંત્રી રાજકીય ઉપાધ્યક્ષ મહિલા દર્શના શીગજી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કે.સી. રાઠોડ, ડાયાભાઈ જાલોધરા, રાજુભાઈ ડાભી, સામતભાઈ ચારણીભાઈ, વિશાલભાઈ વોરા, હરિભાઈ સોંલકી, વિજયભાઈ બાંભણીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.
આ તકે પરષોતમ રૂપાલાએ કહ્યું હતું કે, આપણે જીડીપી ગ્રોથ રેટમાં ગત વર્ષે 6 નંબર પર હતા અને હાલ 5 નંબર પર છીએ. અને વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની ડીપોઝીટ જાય એ પ્રકારનું મતદાન થવું જોઈએ. આ સાથે કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.