25 મીએ સૂર્યગ્રહણ:સોમનાથ દાદાનાં દર્શન, પૂજાના સમયમાં કરાશે ફેરફાર

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટ હસ્તકનાં તમામ મંદિરોમાં નિત્ય પૂજા, આરતી બંધ રાખવામાં આવશે

આગામી 25 ઓક્ટોબરના ખાગ્રસ સૂર્યગ્રહણ હોય જેથી સોમનાથ મંદિરમાં દર્શન,પૂજાના સમયમાં ફેરફાર કરાયો છે.આ અંગેની મળતી વિગત મુજબ, 25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે.

સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.ગ્રહણ દરમીયાન તા.25 રોજ મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે તેમજ સાયં આરતી 7-30 કલાકે કરાશે. ગ્રહણ દરમીયાન દર્શનનો સમય પ્રાતઃ 6 થી રાત્રે 10 સુધી યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...