વેરાવળ તાલુકાના વાવડી (આદ્ગી) ગામમાં આહીર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વાવડી ગામની પાંચ દીકરીઓ અને બે દીકરા જોડાયા હતા. એક દીકરી ના મંડપની તરીખનું સેટ ન થતા તેમનો મંડપ અલગ તારીખે રાખવામાં આવ્યો. જ્યારે જમણવાર સમૂહમાં આપ્યો. આ પ્રસંગ માં આહીર સમાજના આગેવાનો, યુવાનો, તથા સમાજના પ્રત્યેક વ્યક્તિની મહેનત થી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન થયુ અને સમાજની હાજરીમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પ્રસંગે ગામના આગેવાનો ગોવિંદભાઈ માજી સરપંચ, ભગવાનભાઈ માજીસરપંચ, મેણસીભાઈ, પુંજાભાઈ, કરશનભાઈ સરપંચ, ગોવિંદભાઈ બારડ, ઝીણાભાઈ રામ, કરશનભાઈ બારડ, જગમાલભાઈ, કાળાભાઈ, પરબતભાઈ, ગોવિંદભાઇ સહિતના લોકોએ આયોજન કર્યું હતુ વાવડી ગામના સરપંચ કરશનભાઈ સોલંકી એ કહ્યુ અમારા ગામ માં છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ લગ્નનુ આયોજન કરીએ છીએ અને તે ગામ પુરતુ સીમિત છે ગામ ના આગેવાનો અને યુવાનોનો સાથ સહકાર મળી રહ્યોં છે.
દીકરી ના પિતા જગાભાઈ એ જણાવ્યુ કે અમારા ગામમાં આહીર સમાજ સમૂહ લગ્નનુ આયોજન કરે છે તેમાં ખુબજ સારી વ્યવસ્થા કરવામાં આવે છે કદાચ જો હું મારી દીકરીઓ ના લગ્ન મારા ઘરે કર્યા હોત તો હું આવી વ્યવસ્થા ન કરી સકેત. મારા બંને વેવાઈ એ પણ વાવડી આહીર સમાજ સમૂહ લગ્ન ના આયોજન આને વ્યવસ્થાને આવકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.