ઈનકોઈઝએ હિંદ મહાસાગર પ્રદેશમાં 16 ડાયરેકશન વેવ રાઈડર બોયાને તૈનાત કર્યો છે. તમામ દરિયાકાંઠાનાં રાજ્ય અને ટાપુઓને કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા છે. ડબલ્યુઆઈબી તરફથી રેકોર્ડ કરાયેલી આગાહીની વાસ્તવિક સમયની માન્યતા વેબસાઈટ પર સમય શ્રેણીનાં પ્લોટ તરીકે પણ ઉપલબ્ધ છે.
આઈસીએઆર- સીઆઈએફટીનાં વેરાવળ સંશોદન કેન્દ્ર આઈએનસીઓઆઈએસ હૈદરાબાદનાં સહયોગથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથની બહાર વેવ રાઇડર બોયાને તૈનાત કર્યુ છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે આગાહી અને વાસ્તવિક સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરાશે. આ વેવ રાઇડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિઓની પ્રકૃતિ સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી મેળવશે.
અને તોફાન અને દરિયાની ખરબચડી સ્થિતિ આગાહી કરવામાં મદદ કરે છે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીને સક્ષમ કરે છે. જયારે સપાટી પર તરતો મુકવામાં આવ્યો છે જે એક મીટર વ્યાસ અને 200 કિલો ગ્રામ વજન છે જે સોમનાથ થી થોડે દુર સમુદ્રતળ પર લંગરાયેલા છે જે 20 મીટર ઊંડાઈ દરિયાઇ વાતાવરણનુ અનુમાન પેદા કરવામાં મદદ કરે જેથી કિનારા પર જીવન અને સંપત્તિની સુરક્ષા માટે મદદરૂપ થાય છે. - તસ્વીર રાજેશ ભજગોતર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.