અમુક જગ્યાએ કામ અધૂરું...:વેરાવળ પાલિકાએ 35 લાખનાં ખર્ચે બનાવેલી ફૂટપાથ પ્રથમ વરસાદ પડતાં જ બેસી ગઈ !

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ કામ પૂર્ણ કરાશે

વેરાવળ- પાટણ સયુંકત પાલિકા 30 થી 35 લાખના ખર્ચે દ્વારા ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નવા રબરીવાડાની સામેના રોડ સુધી આ ફૂટપાથ બન્યો છે તે પણ પહેલા વરસાદમાં ધોવાઈ જતાં બેસી ગયો હોવાનું જોવા મળ્યું હતું. જો કે વરસાદના પગલે ફૂટપાથનું કામ પૂર્ણ ન થયું હોવાનું પાલિકા તરફથી જાણવા મળ્યું હતું.

આ અંગે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, હાલ વરસાદના લીધે ઘણી જગ્યાએ કામગીરી અધુરી રહી ગઈ છે. ઉપરાંત તેની નીચે વિવિધ 7 લાઈન પણ મૂકવામાં આવી રહી છે જે એસટી રોડ પર લિલાશાહ નગર સુધી જ પૂર્ણ થઈ છે. બાકીના વિસ્તારોમાં વહેલી તકે કામ પૂર્ણ કરીશું જેથી આવી તકલીફનું નિરાકરણ આવી શકે.

ડોળાસા ગામેથી પસાર થતા નેશનલ હાઈવે પંદર દિવસ પહેલા જ રીપેર કરાયો હતો. છતા પ્રથમ વરસાદમાં જ 3 કિમી રોડમાં 5- 5 ફૂટનાં ખાડા પડી ગયા છે. ત્યારે ગામના અગ્રણી બચુભાઈ પરમારે આ કામનું બીલ અટકાવી ફરીથી મરામત કરવામાં આવે એવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...