ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામથી વેરાવળ તાલુકાના રામપરા ગામ સુધીનો જાહેર રસ્તો મંજુર થયો હોય જે રોડ બનાવવાની કામગીરી થનાર છે. આ રોડની પહોળાઈ આશરે 6 મીટર છે. સંપુર્ણ રોડ આર.સી.સી. બનાવવાનો હોય, જેથી આખો રોડ બંધ થનાર છે, આ રસ્તા સાથે જોડાયેલ ગામોના રોજીંદા વાહન વ્યવહાર માટે બે વૈકલ્પીક રૂટ નકકી કરવામાં આવેલ છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલે જાહેરનામુ બહાર પાડી ગોરખમઢી થી રામપરા સુધીનો રસ્તો સંપુર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર માટે નીચે મુજબના બે વૈકલ્પીક રૂટ પર ડાયવર્ડ કરવામા આવ્યા છે. જેમાં કોડીનાર તરફ જવા માટે રૂટ નં.1 રામપરા થી આણંદપરા-ટોબરા,ખાંભા-ઘંટીયા સુધી તથા વેરાવળ તરફ જવા માટે રૂટ નં.2 રામપરા થી ભેટાળી–ઈન્દુોય–નાવદ્રા–સોનારીયા સુધી નકકી કરવામાં આવેલ છે.આ જાહેરનામુ 18 એપ્રિલ સુધી અમલી રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.