હાલાકી:હીરણ નદીના પુલ ઉપરનો રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો!

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ તાલુકા ના કાજલી ગામ નજીક આવેલ હિરણ નદી નો પુલ પર નો રોડ પ્રથમ વરસાદમા જ બિસ્માર બની જતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે. ગીર સોમનાથ જિલ્લા મા છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે.

ત્યારે મહત્વ નો ગણતો નેશનલ હાઈવે નો હિરણ નદી નો પુલ પર નો રોડ પ્રથમ વરસાદ બાદ અતિ બિસ્માર બની ગયો છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે સોમનાથ આવતા યાત્રિકો તેમજ ઉના તરફ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.

આ ઉપરાંત પુલના રોડ ઉપર ખાડા પડી જતા સામ સામે મોટા વાહનો આવી જતા વારંવાર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાઈ છે આ પુલ ને દર વર્ષે ચોમાસા બાદ રીપેર કરવામાં આવે છે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર ધુળ અને રેતી નાખી નબળી ગુણવત્તાળ રોડ બનાવી નાખે છે જેના લીધે ચોમાસા બાદ આ પુલ ઉપર નો રસ્તો બિસ્માર બને છે જેથી વહેલી તકે સમાર કામ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હવે જોવું રહ્યું તંત્ર દ્રારા આ માર્ગનું સમારકામ કરવામાં આવે છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે,કે તંત્ર દ્રારા સારી ગુણવત્તાનું મટિરિયલ્સ વાપરવામાં આવે તો આ માર્ગ પર લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી અંત આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...