શીલા ન્યાસ:પાંચ પીપળવામાં રામ મંદિરનું નિર્માણ ધાંગધ્રાનાં લાલ પથ્થરથી કરાશે

ડોળાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોળાસા નજીક આવેલ પાંચ પીપળવા ગામે વર્ષો જૂનુ રામ મંદિર હતું. એજ જગ્યાએ નવા રામ મંદિરનું નિર્માણ કરવા ગામલોકોએ નિર્ણય કર્યો છે.જેને લઈ આજે શાસ્ત્રોક્ત વિધીથી શીલા ન્યાસ કરવામાં આવ્યો હતો. અને ગોર મહારાજ દ્વારા પાંચ નવદંપતિઓનાં હસ્તે વિધી કરાવાઈ હતી. આ મંદિરનું નિર્માણ ધાંગધ્રાના લાલ પથ્થરથી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તકે ગામનાં સરપંચ નરસિંહભાઈ ડોડીયા, પી.એસ.ડોડીયા, ઉપસરપંચ રમેશભાઈ ડોડીયા, કાળુભાઈ ડોડીયા, કે.વી.બારડ સહિતનાં આગેવાનો અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...