કાર્યક્રમ:વિકાસ કામોને લઈ સવાલો થતાં જ પત્રકાર પરિષદ પૂરી કરી દેવાઈ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

ગીર-સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનના શાસનકાળને 8 વર્ષ પૂરા થતા વિકાસકામો, રાષ્ટ્રહિતના કાર્યો અને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હોય જેની માહિતી સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને માનસિગભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત સોમનાથ- ભાવનગર સિમેન્ટ સીસી રોડ બની રહ્યો છે જે કામ વહેલીતકે પૂર્ણ થશે. આ ઉપરાંત કોકોનેટ બોર્ડની ઓફીસ જિલ્લામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે. તેમ સાંસદે કહ્યું હતું. પરિષદનો સમય 9:30 કલાકનો હતો પરંતુ પદાધીકારીઓ 10:50 એ આવતા પરિષદ મોડી ચાલુ થઈ હતી. અને માત્ર કહેવા પુરતી જ હોય એમ જોવા મળ્યું હતું.

પત્રકારોએ અધિકારીઓને વિકાસકામોને લઈ સવાલો કરતા એક- બે સવાલોના જવાબો આપી પરીષદ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...