વળતર ચૂકવવા માગ:રાત્રીના સમયે બન્યો બનાવ,સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરાઈ

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે બન્યો બનાવ,સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરાઈ

સોરઠ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને ક્યારેક પવન સાથે વરસાદ વરસી રહ્યોં છે.ત્યારે જ શુક્રવારની વાત કરીએ તો કેશોદ પંથકમાં થોડીવાર માટે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને કેશોદ પંથકના જોનપુર ગામે લાલાભાઈ કાળાભાઈ મિયાત્રાની વાડીએ સૂર્યકેતુ ગીર ગૌશાળા આવેલી હોય તેમાં 15 જેટલી ગાય બાંધી હતી.

અને અચાનક જ પવન ફૂંકાતા શેડ ધરાશાયી થઈ ગયો હતો અને 2 ગાયને ઈજા પહોંચી હતી.સદનસીબે જાનહાની ટળી હતી.સરકાર દ્રારા સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ અંગે લાલાભાઈએ કહ્યું હતું કે આશરે 3 લાખનું નુકસાન સહન કરવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...