વ્યસનમુક્તિ અભિયાન:બાળકો 14 લાખ લોકોને મળ્યાં, વ્યસનથી દૂર રહેવા સમજાવ્યું

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ શહેરમાં પણ કાર્યક્રમ યોજાયો હતો અને વિશાળ રેલી નિકળી હતી

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ - બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને ‘ પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું .

સંસ્થાના 16000 બાળકોના 4200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર , દુકાન, ઓફીસ, ફેક્ટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ ઉપરાંત 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. વિવિધ શહેરો અને ગામડાઓમાં 100 જેટલી વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થયું હતું.​​​​​ પ્રેરણાત્મક પ્રદર્શનઁ, રચનાત્મક ફલોટ્સ , બાળ-બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિનું કાર્ય થયું હતું. આ અભિયાન વેરાવળ શહેરમાં પણ યોજાયો હતો . જેમાં 30 બાળકો અને 12 બાલિકાઓએ કુલ 2100 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો .સાથો સાથ 31 મે તંબાકુ નિષેધ દિવસે ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...