• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • The Body Of The Lioness Was Burnt In The Mine To Destroy The Evidence, Now The FSL Investigation Of The Ashes Will Be Done To Solve The Mystery Of Death.

ભાસ્કર એક્સપોઝ:પુરાવાનો નાશ કરવા સિંહણનો મૃતદેહ ખાણમાં સળગાવી દીધો, હવે મોતનો ભેદ ઉકેલવા રાખની FSL તપાસ કરાશે

ઊના3 મહિનો પહેલાલેખક: જયેશ ગોંધીયા
  • કૉપી લિંક
વનવિભાગે ડૉગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સાથે પુરાવા એકઠા કર્યા. - Divya Bhaskar
વનવિભાગે ડૉગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સાથે પુરાવા એકઠા કર્યા.
  • ગીરમાં સિંહણનું વીજકરંટથી મોત
  • કોડીનારના આલીદર ગામની ઘટના, જે ખેડૂતની જમીન હતી તેનું નિવેદન લેવાયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે સિંહોનો કાયમી પડાવ હોય છે. આ ગામમાં સિંહ વિચરતા હોય એ અહીંના લોકો માટે નવી વાત નથી. ત્યારે અહીં સિંહણનું વીજકરંટથી મોત થયા બાદ તેના મૃતદેહને સળગાવીને પુરાવાનો નાશ કરાયાની ઘટના સામે આવી છે. આ બનાવ પછી વન વિભાગ અને સ્થાનિક તંત્ર સક્રિય થઈ ગયું છે. જોકે આ ઘટનાની સાથે સંકળાયેલા સવાલોનાં જવાબ મળ્યા નથી.આલીદરના કાળીધારમાં સિંહણનો મૃતદેહ સળગાવી દીધાનું ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે વિવિભાગને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ સ્થળે સરકારી ખરાબાની જમીન પર વાવેતર કરાતું હતું. વળી અહીં કોઇ કાયદેસર વીજ જોડાણ પણ ન હતા, પરંતુ વીજ લાઇનમાંથી સીધો છેડો લેવાયો હતો. તેથી વનવિભાગે પીજીવીસીએલને જાણ કરતાં વીજ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન છેલ્લા એક-બે દિવસથી વનવિભાગ સિંહણના મોતને લગતા પુરાવા એકઠા કરી રહ્યું છે.વનવિભાગનું માનવું છે કે, સિંહણનું મોત વીજકરંટથી થયું હોઇ શકે છે. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને સળગાવાયો હોઇ શકે. વનવિભાગે પુરાવા ભેગા કરવા એફએસએલ ટીમ અને પોલીસની ડોગ સ્ક્વૉડની મદદ લીધી હતી.

અહીં જેમની જમી છે, તે ખેડૂત રાણાભાઇ બાંભણિયાનું પણ વનવિભાગે નિવેદન લીધું છે. જોકે સિંહણનું મોત ક્યાં અને કેવી રીતે થયું? મૃતદેહ કોણે સળગાવ્યો? એ સવાલોના ચોક્કસ જવાબ મેળવવા તપાસ હાથ ધરાઇ છે. આ દિશામાં સાસણ અને જામવાળાના આરએફઓ, બે વેટરનરી ડૉક્ટર, ટ્રેકર્સ ટીમ સહિત વનવિભાગનાં 30થી વધુ લોકોની તપાસ ચાલુ છે.

પુરાવા ભેગા કરવા એફએસએલ ટીમ અને પોલીસની ડોગ સ્ક્વૉડની મદદ લીધી હતી. અહીં જેમની જમી છે, તે ખેડૂત રાણાભાઇ બાંભણિયાનું પણ વનવિભાગે નિવેદન લીધું છે. જોકે સિંહણનું મોત ક્યાં અને કેવી રીતે થયું? મૃતદેહ કોણે સળગાવ્યો? એ સવાલોના ચોક્કસ જવાબ મેળવવા તપાસ હાથ ધરાઇ છે. આ દિશામાં સાસણ અને જામવાળાના આરએફઓ, બે વેટરનરી ડૉક્ટર, ટ્રેકર્સ ટીમ સહિત વનવિભાગનાં 30થી વધુ લોકોની તપાસ ચાલુ છે.

સિંહણનું મૃત્યુ થયું, ત્યાં વીજલાઇન પથરાયેલી મળી
અહીં જે સરકારી જમીનમાં વાવેતર કરાયું છે, ત્યાં વીજ લાઇન પણ ગેરકાયદે લેવાઇ છે. અહીં એક વીજવાયર જમીનમાં પાથરીને વાડી સુધી લઇ જવાયો હતો. આ વાયર કાઢતાં પણ વનવિભાગ અને પીજીવીસીએલને લાંબો સમય લાગ્યો હતો. બીજી તરફ, પીજીવીસીએલ દ્વારા પણ ગેરકાયદે વીજ જોડાણો અંગે કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...