તપાસ:સોમનાથનાં દરિયામાં ગઈકાલે તણાયેલા તરૂણનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેંદરડાના અમૃતવેલનો પરિવાર ભીમ અગીયારસે દર્શને આવ્યો હતો, ફોટો પડાવતી વખતે મોજું તાણી ગયુ હતું

સોમનાથમાં ઉનાળાનાં વેકેશનને લઈ ખુબ જ ભીડ રહેતી હોય છે. ત્યારે ગઈકાલે ભીમ અગીયારસનાં મેંદરડાનાં અમૃતવેલ ગામના પરિવારના 15 વર્ષના તરૂણને દરિયાનું મોજું તાણી ગયું હતું. જેનો મૃતદેહ આજે સવારે 7:30 કલાકના અરસામાં મળ્યો હતો. 10 જૂનનાં બપોર બાદ બાલુભાઈ હંસરાજભાઈ છોડવડીયાનો પુત્ર સુજલ (ઉ.વ.15) તેની માતા, બહેન, ગામના લોકો સાથે સોમનાથ ફરવા માટે આવ્યા હતા.

અને તે સોમનાથ ચોપાટી ગયા હતા જ્યા ફોટો પડાવતી વખતે પાછળથી દરિયાનું મોજુ આવતા તે પાણીમાં ખેંચાઈ ગયો હતો અને ડુબી ગયો હતો. જેને શોધવા પ્ર.પાટણ પોલીસે તરવૈયાઓ તેમજ પાલિકા ફાયર સેફ્ટીના સ્ટાફની મદદ લીધી હતી પરંતુ સુજલ મળી આવ્યો ન હતો. પરંતુ આજે વહેલી સવારે સુજલનો મૃતદેહ સોમનાથ મંદિરના પાછળના દરિયાકિનારેથી મળ્યો હતો. જેનો પોલીસે કબજો લઈ પ્ર.પાટણ સરકારી હોસ્પિટલે મોકલ્યો હતો. આ બનાવમાં એએસઆઈ ભરતભાઈ મકવાણા તપાસ ચલાવી રહ્યાં છે.

ફેન્સિંગ જાળી લગાવવી જોઈએ
મૃતકના પિતાએ જણાવ્યું કે, સોમનાથના દરિયા કિનારે વર્ષોથી બાળકો, બહેનો, વૃદ્ધો, યુવાનોના ડુબવાની ઘટના બને છે ત્યારે દરિયા કિનારે ફેન્સીંગની જાળી લગાવવી જોઈએ. જેથી માનવ જીંદગી બચી શકે.

અન્ય સમાચારો પણ છે...