આયોજન:સોમનાથનો 5 દિવસીય કાર્તિકી મેળો આજે ખુલ્લો મૂકાશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ રાત્રીના લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લું રખાશે

1955થી યોજાતો સોમનાથનો મેળો 3 નવેમ્બરનાં સાંજે 5 કલાકે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકનાં હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે આજથી 5 દિવસીય મેળાનો પ્રારંભ થશે. જેના ભાગ રૂપે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. અને મેળા દરમિયાન કાયદો, વ્યવસ્થા, આરોગ્ય સહિતની પરિસ્થિતિ અંગે પૂરતું ધ્યાન અપાઇ તે માટે બેઠક પણ યોજાઈ હતી. બે વર્ષ કોરોનાકાળમાં બંધ રહ્યા બાદ આ વર્ષે મેળો યોજાવાનો હોય માનવમેદની ઉમટી પડવાની સંભાવના છે.

રાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મેળામાં દરરોજ રાત્રીના લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. મેળાનું મુખ્ય અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મોતનો કૂવો અને વિવિધ રાઇડ્સ છે. આ મેળામાં અંદાજે 150 થી 200 ખાણી- પીણીનાં સ્ટોલ ઉભા કરાયા છે. મેળાના અંતિમ દિવસ એટલે કાર્તિક પૂર્ણિમાએ સોમનાથ મહાદેવની મહાપૂજા અને મહાઆરતી કરાશે તેમજ કાર્તિકી પૂર્ણિમાનાં દિવસે મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રખાશે. મેળામાં આવનાર લોકોની સલામતી માટે એમ્બ્યુલન્સ, સીસીટીવી કેમેરા, પોલીસચોકી, સ્ટેન્ડ બાય જનરેટર સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...