રસ્તો બિસ્માર:108ના કર્મીએ કહ્યું ઊના સિવીલથી પુલ સુધી પહોંચીયે ત્યાં જ 20 મિનીટ નિકળી જાય છે

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ પરથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે. - Divya Bhaskar
રોડ પરથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે.
  • રસ્તો રીપર કરવા કામગીરી થઈ, પણ સામાન્ય વરસાદ થતા જ બિસ્માર બની જશે

ઊના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે પર ચોમાસાની સીઝન શરૂ થતાં વરસાદના પાણીથી ડાંમર ઉખડી જવાના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી બિસ્માર હાલત ફેરવાય જતાં વાહન ચાલકો, રાહદારીઓ તેમજ દુકાનદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તા બાબતે આંદોલન અને આવેદન પત્ર ડે.કલેક્ટરને લેખિત- મૌખીક રજુઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્રારા રસ્તાની યોગ્ય મરામત કરવામાં આવી ન હતી. ત્યારે આજે બપોરના બાર વાગ્યા બાદ તંત્ર દ્રારા શહેરના મુખ્ય રસ્તા પર જેસીબીની મદદથી ખાડાની સાઇડોમાં મોટા ઢાળ બની ગયેલ હોય તેની મરામત કરવામાં આવી હતી.

જોકે આ રસ્તાની મરામત કર્યા પછી પણ રસ્તાની એજ હાલત થવાની વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે તેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ઊના શહેરમાં રસ્તા બિસ્માર હોવાના કારણે 108 એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવા માટે શહેરના મુખ્ય માર્ગ ખરાબ હોવાથી ટ્રાફીકની સમસ્યા રહેતી હોય જેથી 108 ઊના સરકારી હોસ્પીટલથી મચ્છુન્દ્રી નદીના પુલ સુધી 15 થી 20 મિનીટનો સમય લાગે છે. જેના કારણે દર્દીઓ પરેશાન વેઠી રહ્યાં છે. અને રસ્તો સારો હોય તો 4 થી 5 મિનિટનો સમય લાગતો હોવાનું 108ના કર્મચારી સંદિપભાઇ ડોડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...