રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 17 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશેરાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે જેના કારણે 17 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને તા.15 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા.16 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશ. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.16ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે.
આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.16 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. } તસ્વીર. તુલસી કારીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.