સન્માન:ગુનાહિત પ્રવૃત્તિ કરાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે : એસપી

વેરાવળ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું

પ્રભાસ પાટણ તથા આસપાસ ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ એસપી મનોહરસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લઈ ઈદની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં કરાઈ તે બદલ સમસ્ત મુસ્લિમ સમાજ વતી આભાર વ્યક્ત કર્યો હતો.કાયદો, સુરક્ષા અને શાંતિ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર ગીર સોમનાથ જિલ્લા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી ને બિરદાવી હતી.અને ફૂલહાર થી સન્માન કરાયું હતું.

આ તકે પટની જમાત પ્રભાસ પાટણનાં પ્રમુખ યુસુફ પટેલ પાકિઝા,મુન્શી સમાજના પ્રમુખ આશીફ ભાઈ મુન્શી,પટની જમાત પ્ર.પાટણના ઉપપ્રમુખ સલીમભાઈ પંજા,સામાજિક કાર્યકર બસિરભાઈ ગોહેલ,કાજલી મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુલ ભાઈ પટેલ,મુસ્લિમ સમાજ - ગોવિંદપુરાના પ્રમુખ મોલાના જાવિદ પટેલ, વે.પા. નગરપાલિકા ના પ્રતિનિધિ ફારુક ભાઈકાલવાણીયા ,મન્સૂરી સમાજ - પ્ર.પાટણ ના પ્રમુખ કાસમ ભાઈ પટેલ ,શાકિબભાઈ સુમરા, ઈશાભાઇ તેમજ મહીડા મોહમ્મદ સઈદ ઉપસ્થિત રહ્યા હતાં.

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, અસામાજિક તત્વો પર અંકુશ રહે, અને ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખી શકાય તેમજ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર થતી વિવાદિત ટિપ્પણીઓ પર નજર રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનાં નેતૃત્વમાં ટુંક જ સમયમાં એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે જેમાં નાગરિક સોશ્યલ સાઇટ્સ મારફત પોલીસને જાણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...