યાત્રાધામ સોમનાથને STની AC બસોની ભેટ:પ્રવાસીઓ માટે STએ અદ્યતન ઇલેક્ટ્રીક AC બસો દોડતી કરી, શહેરના તમામ ધાર્મિક-ફરવા લાયક સ્થળોને આવરી લેવાશે

ગીર સોમનાથ (વેરાવળ)16 દિવસ પહેલા
  • શ્રાવણ માસના પ્રારંભે જ સ્થાનીકો અને પ્રવાસીઓને નવી પરીવહન સેવાની ભેટ
  • જોડીયા શહેરમાં લાંબા સમયથી સીટી બસ સેવા બંધ છે ત્યારે એસટીની સેવાથી ફાયદો થશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારએ મોટી ભેટ આપી છે. સોમનાથ તીર્થના જોડીયા નગરના 15 કીમી વિસ્તાર માટે રાજય સરકારના વાહન વ્યવહાર નિગમ દ્વારા 33 સીટોની કેપીસીટી વળી 2 ઈલેક્ટ્રીક AC લક્ઝરી બસો આપી છે. આ બસ સેવાનું ગઈકાલે લોકાર્પણ કરતા જોડીયા શહેરના 15 કીમીના માર્ગે ઉપર ફરતી થઈ છે. આ બસ સેવાનો સ્થાનીકોથી લઈને સોમનાથ આવતા પ્રવાસીઓ પણ લાભ લઈ શકે તે રીતે સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી જોડીયા શહેરના રૂટો પર દોડતી રહે તેવું આયોજન કરાયેલ છે.

પ્રથમ મુસાફરી કરી અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
આપણો દેશ આજે જ્યારે વિશ્વભરમાં હરીત ઊર્જા તરફ આગેવાની કરી રહ્યો છે. ત્યારે જગવિખ્યાત સોમનાથ તીર્થમાં પણ આ અભિગમનો અમલ થઈ રહ્યો છે. જેમાં રાજ્ય સરકારના એકમ GSRTC દ્વારા 2 અત્યાધુનિક ઇલેક્ટ્રીક AC બસો યાત્રાધામ નગરી માટે ફાળવી છે. જેથી ગીતા મંદિર ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, સોમનાથના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, વિજયસિંહ ચાવડા, એસટીના નિયામક જી.ઓ.શાહ સહિતનાએ બંન્ને બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી બસની મુસાફરી મારી નિરીક્ષણ કર્યુ હતુ.

ઓછા દરે સારી પરીવહન સુવિધા આપવાનો શ્રેય
આ તકે એસટીના નિયામક ઓ.જી.શાહના જણાવ્યાં મુજબ આ બંન્ને ઇલેક્ટ્રીક અદ્યતન બસો વેરાવળથી સોમનાથ અને પ્રભાસ તીર્થમાં આવેલા અન્ય ભાલકા, ભીડીયા, બિરલા મંદિર ચોપાટી, ગીતા મંદિર, સાંઈબાબા જેવા ધર્મસ્થાનોને જોડતા રૂટો ઉપર સાવરે 6 થી સાંજે 7 સુધી દોડાવવા માટે આયોજન કરાયેલ છે. આ બસમાં મુસાફરી માટે રૂ.16, 19 અને 24 એમ ત્રણ પ્રકારનું ભાડું રહેશે. આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જે બસ ને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ 100% ઈલેક્ટ્રીક ઉર્જાથી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરીને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ બનશે.

સીટી બસ સેવા બંધ હોવાથી આ સેવા લાભદાયી બનશે
અત્રે નોંધનીય છે કે, વેરાવળ- સોમનાથ જોડીયા શહેરમાં ઘણા સમયથી સીટી બસ સેવા બંધ હોવાથી સ્થાનીકો સાથે દુર દુરથી આવતા પ્રવાસીઓને સોમનાથ જવા માટે ભારે અગવડતા સાથે ઉંચા ભાડા ચુકવવા પડતા હતા. એવા સમયે શ્રાવણ માસના પ્રારંભે જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ આવતા હોય છે. ત્યારે રાજયના એસટી નિગમ દ્વારા યાત્રાધામ જોડીયા નગરી ખાતે આવતા ધર્મપ્રેમી પ્રવાસીઓને વધુને વધુ સારી સુવિધા મળે તેવા અભિગમ સાથે બે ઇલેક્ટ્રીક બસો ફાળવી પરીવહનની સેવા ચાલુ કરી છે. આ સેવાથી સ્થાનીક પ્રવાસન ઉધોગને વેગ મળે તેવી આશા જાણકારો સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...