ભાસ્કર એક્સક્લૂસિવનવતર પ્રયોગ:સોમનાથમાં બાળકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ દ્વારા ખાસ સહાયતા કેન્દ્રએ વ્યવસ્થા કરી

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ મંદિરે બાળકોની સુરક્ષા માટે શર્ટ ઉપર વાલીના નંબરવાળી કીચેઇન

સોમનાથ મહાદેવ મંદિરે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે દેશ વિદેશથી સોમનાથ આવતા યાત્રિકોના બાળકો જો વિખૂટા પડી જશે તો તેમના વાલીઓને શોધવા સરળ બની જશે. ગીર સોમનાથ જિલ્લા પોલીસે ખાસ સહાયતા કેન્દ્ર શરૂ કરી તમામ બાળકોના શર્ટમાં તેના વાલીના મોબાઇલ નંબરવાળું કીચેઇન પહેરાવી દેવાય છે.

સોમનાથ આવતા યાત્રાળુઓ સાથે તેમના બાળકો જો સંજોગોવશાત વિખૂટા પડી જાય તો એ બાળક જેમને મળી આવે તેઓ તેના માતા-પિતાનો તુરંત સંપર્ક સાધી શકશે. આ માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસે મંદિર સંકુલ ખાતે ખાસ સહાયતા કેન્દ્ર ઉભું કર્યું છે. જ્યાં સોમનાથ મંદિરે આવતા તમામ બાળકોના શર્ટમાં કીચેઇન પહેરાવી દેવાય છે.

આ કીચેઇનમાં તેના માતા-પિતા કે સાથેના કોઇ વડીલોના મોબાઇલ નંબર લખેલા રહેશે. પોલીસના સુરક્ષા સેતુ દ્વારા મેઇન ગેઇટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્રમાં જ્યારે દર્શનાર્થી મંદિરમાં પોતાના હજુ બોલી કે પોતાની ઓળખાણ પણ ન આપી શકે એવા નાના બાળક સાથે આવે ત્યારે પોલીસ દ્વારા એક પ્લાસ્ટિકના કિચેઇનમાં એક કાપલીમાં બાળકના માતા-પિતાનું નામ અને મોબાઇલ નંબર લખી બાળકના શર્ટ ઉપર લગાડવામાં આવે છે. જેથી જો માતા-પિતા મંદિર પરિસરમાં દર્શન કરવા જાય અને ભીડને લીધે બાળક પોતાના માતા-પિતાથી વિખૂટું પડે અને જે વ્યક્તિને આ બાળક મળે તો તુરંત તેના માતા-પિતાનો સંપર્ક સાધી શકાશે.

પોલીસ સહયતા કેન્દ્રમાં લઇ આવવાથી એ બાળકના શર્ટ પર લગાડેલા કિચેઇનની કાપલીના નંબર પર ફોન કરી માતા પિતા સાથે મેળાપ કરાવી શકે એવી વ્યવસ્થા ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા અને સોમનાથ સુરક્ષાના ડીવાય એસપી એમ. એમ. પરમારે ગોઠવી છે.

અન્ય સમાચારો પણ છે...