એસી ઈ-બસ સેવા:વેરાવળથી સોમનાથ રૂ.16માં પહોંચી શકાશે

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસને ધ્યાને લઈ એસટી તંત્ર દ્વારા 15 કિમીના રૂટ પર બસ દોડાવાશે

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ દ્વારા સોમનાથ યાત્રાધામને જોડતા વેરાવળ શહેરી વિસ્તારમાં 33 સીટની 2 ઇલેકટ્રીક એસી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બસ વેરાવળ સાઇબાબા મંદિરથી ગીતા મંદિર સુધી 15કિમીના રુટ પર ચાલશે. આ બસનો રુટ સાઈ બાબા મંદિર થી ચોપાટી, બિરલા મંદિર,ભાલકા તીર્થ, પ્રભાસ પાટણ, સોમનાથ અને ત્રિવેણી સંગમ સુધી રહેશે. જ્યારે બીજી બસ ત્રિવેણી સંગમથી આ જ રુટ પર પરત ચાલશે. આ સેવા માત્ર શ્રાવણ માસ પૂરતી જ હોવાનું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

યાત્રિકોને સોમનાથ જવા માટે મોંઘા ભાડા ચૂકવવા પડતા હોય છે. જેમાં લોકલ રિક્ષા કે અન્ય વાહન દ્વારા સાઈબાબા મંદિરથી સોમનાથ મંદિર જવા માટે ઓછામાં ઓછાં 40 થી 50 રૂપિયા અને ક્યારેક 80 થી 100 રૂપિયા ચૂકવવા પડે છે અને અમુક અંતરે રિક્ષા બદલવી પડે છે. ત્યારે આ બસ મારફત માત્ર 24 રૂપિયામાં એસીમાં બેસીને યાત્રિકો સાઈબાબા મંદિરથી ગીતામંદિર સુધી પહોંચી શકાશે તેવું એસટી વિભાગમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...