• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Somnath Addressed The Meeting After Seeing Mahadev; Said 'This Time Bhupendra Will Break All The Records Of Narendra, So What Is Special About Narendra Working For Him?'

નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર:સોમનાથ મહાદેવના દર્શન કરીને સભા સંબોધી; કહ્યું- 'આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે, તેના માટે નરેન્દ્ર જ કામ કરે તેથી વિશેષ શું હોય'

ગીર સોમનાથ (વેરાવળ)11 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી જંગમાં આજે પ્રધાનમંત્રી મોદીએ મેદાનમાં આવીને સૌરાષ્ટ્રમાં પ્રથમ સભા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને સોમનાથ સાનિધ્યે કરી છે. આ તકે પ્રધાનમંત્રીએ સોમનાથ મહાદેવ અને જનતાના આશીર્વાદ સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કરીને વિજયનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મોદીજીએ 20 મિનીટ સુધી કરેલા જોશીલા ભાષણમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો પાનો ચડાવતી વાતો કરીને ડબલ એન્જિનની ભાજપ સરકારે કરેલા વિકાસ કર્યોથી લોકોને અવગત કરાવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત સાથે સન્માન કર્યુ હતું
આ વખતની ચુંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખ્યું હોય તેમ પ્રધાનમંત્રી મોદીએ ચુંટણી પ્રચારમાં આજે સૌરાષ્ટ્રમાં પહેલી જાહેરસભા સોમનાથ સાનિધ્યે યોજી હતી. અત્રે હવાઈ માર્ગે પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સૌપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ સોમનાથ નજીક સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધવા પહોંચ્યા હતા. જયાં જિલ્લાની ચારેય બેઠકના ભાજપના ઉમેદવારો માનસિંહ પરમાર, ભગવાન બારડ, ડો.પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા સંગઠનના પ્રમુખ દિલીપસિંહ બારડ, પૂર્વ ધારાસભ્યો જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, જે.ડી. સોલંકી, ગોવિંદભાઈ પરમાર સહિતનાએ મોમેન્ટો આપીને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત સાથે સન્માન કર્યુ હતું.

લોકશાહી માટે એક એક મત મહત્વનો છે- પ્રધાનમંત્રી મોદી
ત્યારબાદ સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, લોકશાહી માટે એક એક મત મહત્વનો છે. દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનું છે. જરૂરી નથી કે બધા મત કમળને જ આપે પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે. ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા હાઉસો, રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ત્યારે હું એટલા માટે પ્રચારમાં દોડા દોડી કરૂ છે કે, મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ પરંતુ આપના સુધી પહોંચી આપના આશીર્વાદ લેવા અને અમોએ કરેલા કામો જનતા સમક્ષ પ્રસ્તુત કરવા એ મારી ફરજ અને કર્તવ્ય છે. એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે. ત્યારે આવતા 25 વર્ષ શતક લગાવીને ગુજરાત સાથે દેશનો ગતિમાન વિકાસ કરી ઉજવણી કરવાની છે.

20 મિનિટના સંબોધનમાં તમામ વર્ગના લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો
​​​​​​​વધુમાં મોદીજીએ કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં પોલિંગ બુથના જુના તમામ રોકર્ડ તોડીને નવા રેકોર્ડ કરવાના છે. જેમાં વધુમાં વધુ મતદાન કરી કરાવીને તમામ પોલિંગ બુથ જીતવાના છે. નરેન્દ્રના બધા રેકોર્ડ આ વખતે ભુપેન્દ્ર તોડે અને તેના માટે નરેન્દ્ર કામ કરે એવો મારો સંકલ્પ છે. ભૂતકાળમાં પાણી, દુષ્કાળ જેવી અનેક મુશ્કેલીઓ સામે ઝઝુમતા ગુજરાતને તેમાંથી બહાર લાવી પ્રગતિના પંથે લઈ જવા માટે ભાજપ સરકારે અઢી દાયકા સુધી અથાગ પ્રયત્નો સાથે કામ કરી સમૃધ્ધ ગુજરાત બનાવ્યુ છે. મોદીએ સભા સાંભળવા આવેલા તમામ આગેવાનો અને કાર્યકરોને પ્રચાર અર્થે તમામ લોકોના ઘરે જઈ મારા એટલે કે પ્રધાનમંત્રી મોદીના પ્રણામ કહેવા અપીલ કરી હતી. આમ, મોદીએ કરેલા 20 મિનિટના સંબોધનમાં તમામ વર્ગના લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી પોતાની લોકો સાથેની આત્મીયતા દર્શાવતું દમદાર ભાષણ કર્યુ હતું.

પુર્વ મુખ્યમંત્રી સાથે સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી મોદીએ ગુફતગુ કરી હતી
આજની પ્રધાનમંત્રી મોદીની સભામાં અનેક ધ્યાન દોરતી નોંધપાત્ર બાબતો જોવા મળી હતી. જેમાં સ્ટેજ ઉપર મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત સ્થાનીક જિલ્લાના દિગ્ગજ નેતાઓને કે જેમની ટિકિટો કાપવામાં આવેલી તેઓને ખાસ સ્થાન આપ્યું હતું. જેમાં પુર્વ ધારાસભ્યો જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, જે.ડી. સોલંકીને સ્થાન આપીને આ ત્રણેય નેતાઓને પક્ષ સામે કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાનો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. તો આ સાથે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા એવા તાલાલા બેઠકના ઉમેદવાર ભગવાન બારડ તથા પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી મોદીએ ગુફતગુ કરી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપની પરિસ્થિતિને લઈ ચર્ચાઓ કરી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...