ઊનાના સામતેર અને કાણકબરડા વિસ્તારમાં કેસર કેરીના આવરણમાં ચાલુ વર્ષે કેસર કેરીના બગીચામાં કેરીના ઉત્પાદનમાં આંબા ઉપર ચાર વખત મોર ફૂટ્યા છે. અને ચાર સાઇઝની કેરી જોવા મળે છે. જ્યારે પહેલા તબક્કાની કેરી 15 દિવસ પછી માર્કેટમાં આવશે તો બીજા તબક્કામાં ફૂટેલા મોરને કેરી એક મહિના પછી માર્કેટમાં આવશે. અને ત્રીજા અને ચોથા તબક્કામાં વાતાવરણ સારૂ રહેશે તો કેરી બચી શકશે એવુ ખેડૂતોમાંથી જાણવા મળેલ છે.
હાલ માવઠાની આગાહી વચ્ચે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ખાસ કરી અને કેસર કેરીઓના બગીચાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો માવઠું થાય તો કેરી પાકને મોટું નુકસાન પહોંચાડી શકે તેથી ખેડૂતો ચિતામાં મુકાયા છે. જોકે ચાર તબક્કામાં કેરીએ હાલમાં ઓણસાલ પહેલીવાર જોવા મળેલ જોકે આ વિસ્તારમાં તોઉતે વાવાઝોડા બાદ ઘણી કેસર કેરી આંબાના ઝાડ જમીન ધરાશાઈ થઈ ગઇ હતી.
બાદમાં બચી ગયેલા આંબામાં કેરી ગત વર્ષે જોવા મળી ન હતી. ચાલુ વર્ષે ચાર તબક્કામાં મોર ફૂટ્યા છે. અને ચાર તબક્કાને અલગ અલગ કેરી જોવા મળતા ખેડૂતો પણ આશ્વર્યમા મુકાયા છે. ઓણસાલ ખેડૂતોમાંથી જાણવા મળેલું કે કેરીનો પાક કેવો રહેશે તે તો સીઝન બાદ જ ખબર પડી શકે હાલમાં કેટલું રહેશે અને કેટલુ ઉત્પાદન ખરી જશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.