અવિરત વરસાદ:ઊના પંથકના સીમાસી ગામે 5 ઈંચ વરસાદ પડ્યો

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાણકીયા, કરેણી, આંબાવડ, સનખડા, દેલવાડા, અંજારમાં 3 થી 5 ઇંચ પાણી વરસ્યું

ઊના પંથકમાં મેઘરાજાએ બુધવારે બપોરના સમયે વિરામ લીધા બાદ આજે ફરી બપોરથી અવિરત વરસાદ વરસવાનું શરૂ કરી દીધેલ હોય સીમાસી સહીતના આજુબાજુના ગામોમાં 5 ઇંચ વરસાદ ખાબકી જતાં રહેણાંક વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.

જ્યારે ઊના શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ હતો. અને વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલ રહેશોના મકાનના દરવાજા સુધી વરસાદના પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ હતા. સીમાસી, કાણકીયા, કરેણી, આંબાવડ ગામોમાં 5 ઇંચ તેમજ ઊના 2, દેલવાડા, સનખડા, ગાંગડા, ખત્રિવાડા, માણેકપુર, સામતેર, અંજાર, મોઠા, કેસરીયા, નાથળ, મોટાડેસર, સીલોજ સહીતના ગામોમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો.

ગુપ્ત પ્રયાગમાં મંદિર પાણીમાં ગરકાવ
બપોરથી પડી રહેલ ધોધમાર વરસાદના પગલે દેલવાડા નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તિર્થધામ નજીક પસાર થતી નદીમાં પુર આવતા ત્યાં બિરાજમાન પ્રાયાગ રાઇજીનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું. મંદિરમાં પાણી ઘુસી જવાના કારણે નુકસાન થયેલ હતું.

અંજાર ગામે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અંજાર ગામે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ કરી હોય તેમ ધોધમાર વરસાદ વરસતા ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાતા સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડેલ હતો.

પાતાપુર ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી
છેલ્લા દશ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાતાપુર ગામે આવેલ કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાઇ થઇ હતી. જોકે આ ઘટના બનેલ તે સમયે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળેલ હતું.

અન્ય સમાચારો પણ છે...