બેઠક:માછીમારોને મળતી યોજનાઓ બંધ કરી દેવાઈ; પડતર પ્રશ્નો પણ અધ્ધરતાલ

વેરાવળ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

વેરાવળની ખારવા સમાજની વાડી ખાતે અખીલ ભારતીય માછીમાર મહામંડળની મિટીંગ પ્રમુખ કિશોરભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજ્યના 1600 કિમીના દરિયાકિનારાના વિસ્તારમાં વસવાટ કરતો માછીમાર સમાજ છેલ્લા 3 વર્ષથી કોરોનાકાળ, વાવાઝોડાની અસર અને વધતા જતા ડીઝલના ભાવ તેમજ એક્સપોર્ટ થતી માછલીઓમા રોકાયેલ પેમેન્ટના કારણે પાયમાલ થતો જોવા મળી રહ્યો છે. તેમજ દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુડીયામણ ચૂકતો આ સમાજ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠો છે.

પ્રમુખ કિશોર કુહાડા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર, ખારવા માછીમાર સમાજના અગ્રણી દ્વારા મત્સ્યોધોગના મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન સહીતને અનેક વખત લેખીત તથા મૌખિક રજૂઆત કરાઇ છે. માત્ર સમય જ અપાઇ રહ્યો છે. પડતર પ્રશ્નોને લઇ આ બેેેેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ આ બાબતે યોગ્ય ન થતાં ટુકા સમયમા ગુજરાતનુ માછીમારનુ પ્રતીનીધીમંડળ ગાંધીનગર તથા ઉચ્ચકક્ષાએ જવાની વિચારણા કરાઈ હતી. યોગ્ય નિકાલ નહી આવે તો આકરા પગલા લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. છેલ્લા ઘણા સમયથી માછીમારોને મળતી અમુક યોજનાઓનો લાભ પણ બંધ થયો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...