પરિવાર સાથે મીલન:સાસરિયાના ત્રાસથી મહિલા દરિયામાં ઝંપલાવી આપઘાત કરવા પહોંચી, પોલીસે બચાવી લીધી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ’તી,

વેરાવળ ચોપાટી ખાતે ગુરૂવારે રાત્રીના સમયે એક મહિલા દરિયામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતી જોવા મળતા ફરજ પરના હોમગાર્ડ જવાન કૈલાશભાઈ સોલંકી, જયેશભાઈ ગઢીયા આ મહિલા પાસે પહોંચ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણામ ન મળતા વેરાવળ સીટી પોલીસને જાણ કરાતા એએસઆઈ મોહનભાઈ, રાજુભાઈ, હિમંતભાઈ, કરશનભાઈ, રોહીતભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને મહિલાને સમજાવી આપઘાત કરી અટકાવી હતી.

બાદમાં આ મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી જ્યાં આપઘાતનું કારણ પૂછતા પતિ તથા સાસરિયાઓ સાથે ઝઘડો થયો હોય જેમના ટેન્શનમાં આ પગલુ ભરેલ હોવાનું કહ્યું હતું. બાદમાં સાસરિયાઓને બોલાવી વાતચીત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...