માંગણી:ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ માટે ST દોડાવવા ડેપો મેનેજરને રજૂઆત

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણેકપુર છેવાડાનું ગામ હોઇ કોઇ વાહન મળતું નથી
  • દરરોજ 80 થી 90 વિદ્યાર્થીઓ 8 કિલોમીટર સુધી ચાલીને પહોંચે છે ઘરે, લેક્ચર પણ છૂટી જાય છે

ઊના તાલુકાનું માણેકપુર ગામ છેવાડાનું ગામ છે અને અહીંથી આગળ કોઈ ગામ ન હોવાથી બહારગામ જવા માટે કોઈ વાહન મળતું નથી. અને ધો-9થી 12નાં છાત્રોએ જણાવ્યું હતું કે, અમારુ ગામ સીમર ગામથી 8 કીમી દુર હોય જ્યા અહીથી 80 થી 90 છાત્રો અભ્યાસ માટે જઈએ છીએ. પરંતુ સ્કુલનો સમય સવારે 8 વાગ્યાનો છે અને એસટી અહીં સવારે 9 વાગ્યે આવે છે. જ્યારે સ્કુલમાંથી સાડા બાર વાગ્યે રજા મળે છે. જ્યારે બસ 3 વાગ્યે આવે છે. જેથી શાળાએ પહોંચી શકતા નથી. અને લેક્ચર છૂટી જાય છે. તેવી જ રીતે રજા મળે ત્યારે વાહન ન મળતા 8 કિમી ચાલીને ઘરે આવીએ છીએ.

છાત્રોની આ સ્થિતિને ધ્યાને લઈ જયસુખભાઈ લાખાભાઈ રાઠોડે ગ્રા.પંચાયતને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ગ્રા.પં. દ્વારા ઊના ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરાઈ છે. સરપંચ પ્રતિનિધી લાખાભાઈ રાઠોડે કહ્યું હતું કે, એસટી બસ સવારે 7 વાગ્યે અને બપોરે 1 વાગ્યે એકસ્ટ્રા શરૂ કરવામાં આવે તો પ્રશ્નનો હલ થઈ શકે. જ્યારે યોગેશભાઈ શિયાળે કહ્યું હતું કે, માણેકપુર ગામમાં લોકો મજુરી કામ કરીને બાળકોને ભણાવે છે ત્યારે બાળકોના અભ્યાસ માટે દરરોજ 70 થી 80 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

જેથી એસટી બસ શરૂ કરાય તો બાળકોનું ભણતર ન બગડે અને લોકોને પોશાય.તેમજ મોટી સંખ્યામાં છાત્રો અને આગેવાનોએ પણ હાજર રહી વહેલી તકે બસ શરૂ કરવા ઊના એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી માંગ કરી હતી. તેમજ વધુમાં જાણવા મળ્યું હતુ કે, અગાઉ પણ રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કામગીરી થયેલ નથી. ત્યારે સરકાર દ્વારા મસમોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ અહી અધિકારીઓ લોકોને વાયદાઓ કરી ઉલ્લુ બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...