સમસ્યા:આમોદ્રાનાં મુખ્ય રસ્તા પરનું જુનું નાળુ નવું બનાવો

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુનું નાળુ અતિ જર્જરીત હાલતમાં છે. - Divya Bhaskar
જુનું નાળુ અતિ જર્જરીત હાલતમાં છે.
  • ચોમાસા દરમિયાન પુર આવતાની સાથે જ રોડ બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે

ઊનાનાં આમોદ્રા ગામના તાજેતરમાં નવા બનેલા મુખ્ય રસ્તામાં નાળાનાં કામનો સમાવેશ થયો ન હોય જેમાં સોસલિયાનું નાળુ આવેલ છે જે વર્ષો જૂનું અને જર્જરીત હાલતમાં છે. જેના કારણે ચોમાસા દરમિયાન અવારનવાર પુર આવતા ઊના- આમોદ્રાને જોડતો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે.

જ્યારે નાઠેજ હાઇવેથી સુલતાનપુર આમોદ્રાને જોડતો રોડ પણ શાહી નદીમાં આવતા પૂરના કારણે બંધ થઈ જતાં ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ જાય છે. ત્યારે ગામની નજીક જ મુખ્ય રસ્તા પર આ નાળુ આવેલું હોય મોટાભાગના ખેડૂતો બંને ટાઈમ પશુપાલન માટે વાડી જતાં હોય અને વેપાર ધંધા માટે ઊના જતા લોકો કલાકો સુધી ગામમાં પ્રવેશ કરી શકતા નથી કે બહાર જઈ શકતા નથી. અને જો કોઈ ગામમાં બિમાર પડે કે ઇમરજન્સી હોય તો પણ ગામ સંપર્ક વિહોણું થઈ જવાના કારણે તાત્કાલિક સારવાર મળતી નથી. ગામલોકો વર્ષોથી આ યાતના ભોગવે છે.

આ બાબતે અવાર નવાર પંચાયત માર્ગ અને મકાન વિભાગને રજુઆત પણ કરેલ છે. 2021માં આવેલા તોકતે વાવાઝોડામાં પણ નુકશાન થયેલ છે. ઉપરોક્ત ઊના- આમોદ્રાના મુખ્ય રસ્તા પર આવેલ સોસલીયાના નાળા માટે ચોમાસુ આવે તે પહેલા કામનો જોબ નંબર અપાવીને તેમનો કાયમી નિકાલ આવે તેવું કરવા આમોદ્રા ગ્રા.પં. દ્વારા મુખ્યમંત્રી લેખીત રજુઆત કરી માર્ગ મકાન વિભાગ તેમજ ધારાસભ્યને જાણ કરી હોવાનું આમોદ્રાનાં અગ્રણી અજીતભાઈ મોરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...