વાવેતર:રવિસીઝન : ગીર સોમનાથ જિલ્લામાં 6699 હેક્ટર જમીનમાં થયું વાવેતર

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા વરસાદથી કુવા, અને બોરમાં પુષ્કળ પાણી, હજુ પણ વાવેતરમાં વધારો થશે

ગીર સોમનાથ જિલ્લામાં રવી પાકના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.જેમાં ગીર ગઢડા તાલુકામાં 120 હેકટર ઘઉં, 125 હેકટર ચણા, 25 હેકટર ધાણા, 170 હેકટર ડુંગળી,25 હેક્ટરમાં શાકભાજી અને 45 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.

કોડીનાર માં 700 હેકટર ઘઉં, 500 હેકટર અન્ય ધાન્ય, 600 હેકટર ચણા,5 હેકટર શેરડી, 5 હેકટર શાકભાજી અને 30 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.સુત્રાપાડા તાલુકામાં 400 હેકટર ઘઉં, 350 હેકટર ચણા,5 હેકટર રાય, 130 હેકટર શેરડી લામ પાક, 30 હેકટર શેરડી નું નવું વાવેતર, 100 હેકટર ધાણા, 10 હેકટર ડુંગળી, 5 હેકટર શાકભાજી અને 25 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલાલા તાલુકામાં 150 હેકટર ઘઉં, 200 હેકટર ચણા, 50 હેકટર શાકભાજી અને 30 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.

ઉના તાલુકામાં 50 હેકટર ઘઉં, 5 હેકટર જુવાર, 50 હેકટર ચણા, 2 હેકટર શેરડીનું નવું વાવેતર, 2 હેકટર ધાણા, 5 હેકટર ડુંગળી, 5 હેકટર શાકભાજી અને 10 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. જ્યારે વેરાવળ તાલુકાની વાત કરીએ તો 750 હેકટર ઘઉ,10 હેકટર મકાઈ, 20 હેકટર અન્ય ધાન્ય,600 હેકટર ચણા, 250 હેકટર ધાણા, 10 હેકટર લસણ, 25 હેકટર ડુંગળી,350 હેકટર શાકભાજી અને 400 હેકટર ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. હજુ પણ વાવેતરના દિવસો બાકી છે.જેથી આ આંકડાઓમાં વધારો થશે.

જ્યારે છેલ્લા 3 વર્ષના વાવેતરની સરેરાશ જોઈએ તો ગીર ગઢડા તાલુકામાં 19530 હેકટર, કોડીનાર તાલુકામાં 18146 હેકટર, સુત્રાપાડા તાલુકામાં 16954 હેકટર, તાલાલા તાલુકામાં 13642 હેકટર,ઉના તાલુકામાં 15018 હેકટર અને સૌથી વધુ વેરાવળ તાલુકામાં 21305 હેકટર વાવેતર થયું હતું. તેમજ આ વર્ષે સારા વરસાદને લઈ હજુ વાવેતર વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...