મોલાતને નવજીવન:મેઘ વરસ્યા, ગીર સહિત ગામોમાં 1 થી 4 ઈંચ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠ પંથકમાં આવેલા ગીરગઢડાના નાના સમઢીયાળામાં 4, પાણખાણમાં 3, ધોકડવામાં 2 ઈંચ ખાબક્યો

ઊના- ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. અને અસહ્ય ગરમીના ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે બપોરના સમય દરમ્યાન ગીર જંગલ નજીકના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. જોકે વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયેલ હતું. ગીર જંગલ નજીકના તેમજ નાના સમઢીયાળા 4, અને પાણખાણ ગામમાં 3, ધોકડવા 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતા. અને શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

તેમજ નિતલી, વડલી. સહિતના આજુબાજુના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અમુક ગામોમાં વરસાદી માહોલ સાથે ઝાંપટા પડેલ હોય આ સીવાય ઊના, ગીરગઢડા શહેર અને તાલુકામાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો નહી અને ઠંડોગાર પવન ફુંકાવા લાગ્યો હતો. જોકે અમુક ગામોમાં ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાંપટા પડ્યા હતા.

રાવલ ડેમમાં પાણીની આવક વધતા 72 ટકા ભરાયો
ઊના- ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાજ રાવલ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીની આવકમાં વધારો થતાં હાલ 72 ટકા ભરાઈ ગયો છે. જોકે અગાઉ મચ્છુન્દ્રી ડેમ 100 ટકા ભરાઈ ગયેલ હોવાથી અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...