• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Protests Of Youth Congress Chanting Slogans On The Issue Of Caning In Veraval, Clash Between Police And Activists Over Burning Effigy Of Home Minister

"ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ ને મોંઘુ તેલ":વેરાવળમાં લઠ્ઠાકાંડ મુદ્દે સુત્રોચ્ચાર પોકારી યુથ કોંગ્રેસના દેખાવો, ગૃહમંત્રીના પુતળા દહન બાબતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી

ગીર સોમનાથ (વેરાવળ)17 દિવસ પહેલા
  • કાર્યકરોએ ગૃહમંત્રીનું પુતળુ કાઢતા જ પોલીસે ઝૂંટવી લેતાં પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ
  • કાર્યકરોએ રોડ ઉપર ધરણામાં બેસી દારૂના દુષણ અને લઠ્ઠાકાંડ મુદે રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો

બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના મામલે આજે બુધવારે વેરાવળમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે કોંગ્રેસના આ ગૃહમંત્રીના પુતળા દહનના કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ તકે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થયા બાદ કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ વાનમાં બેસાડી સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

કાર્યકરોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ
બોટાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડ 50થી વધુ લોકોને ભરખી જતા સરકારની નીતી સામે ઠેરઠેર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં આજે વેરાવળમાં કોંગ્રેસના આગેવાનો અને યુથ વીંગના કાર્યકરોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં કોંગ્રેસીઓ પ્રથમ બેનર લઈ "ભાજપ તારો કેવો ખેલ... સસ્તો દારૂ મોંઘું તેલ... ભાજપ તેરી તાનશાહી નહીં ચલેગી.. સરકાર હમસે ડરતી હૈ... પોલીસ ઔર ઈડી કો આગે કરતી હૈ...ના સૂત્રોચ્ચાર પોકારતા પોકારતા ટાવરચોકમાં પહોંચ્યા હતા.

લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના રાજીનામાની માંગણી
જ્યાં યુથ કોંગ્રેસના કાર્યકરો ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું પુતળું દહન કરવા બહાર કાઢતા જ પોલીસ સ્ટાફે ઝૂંટવી લઈ પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ સમયે કોંગી કાર્યકરો રોડ ઉપર ધરણામાં બેસી જઈ સરકારના વિરોધમાં ઉગ્ર સુત્રોચ્ચાર પોકારવા લાગતા તમામને બળજબરીપૂર્વક ઉભા કરી પોલીસ વાનમાં બેસાડવા લાગી હતી. ત્યારે કોંગી કાર્યકરો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિરોધ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના અભય જોટવા, રાકેશ ચુડાસમા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો તથા જિલ્લા કોંગ્રેસના મનસુખભાઈ ગોહેલ, હીરાભાઈ રામ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે કોંગ્રેસીઓએ લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. રાજ્યમાં દારૂના દુષણ મામલે રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...