આવેદન:ગીર-સોમનાથ, જૂનાગઢ જિલ્લાનાં જરૂરિયાતમંદ લોકોને અનાજ અપાવવા ધારાસભ્યની રજૂઆત

વેરાવળ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેમાં મળેલી 524 અરજીઓ સાથે પ્રાંત કચેરી ખાતે રૂબરૂ આવેદન આપ્યું

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રેશન કાર્ડ ઉપર અનાજ મળી રહે તેવા હેતુથી સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં સોમનાથ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારો તેમજ વેરાવળ - પાટણ - ભીડીયા સહિત ઓજી વિસ્તાર અને જુનાગઢ જિલ્લાના ચોરવાડ શહેર ખાતે સર્વે કરાયો હતો.

સામાન્ય લોકો તથા ગરીબ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવે અને રાશનકાર્ડ ઉપર મળતું અનાજ મળે તો તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે તે માટે અવાર નવાર રજૂઆતો કરાઈ હતી પરંતુ કોઈ હકારાત્મક કાર્યવાહી થતી ન હોવાથી ધારાસભ્ય દ્વારા રૂબરૂ જઇ સર્વે કરતાં વેરાવળનાં 53 ગામડાઓમાંથી 30 અરજીઓ આવેલ અને વેરાવળ- પાટણ- ભીડીયા શેહેરી અને ઓજી વિસ્તારમાંથી 431 અરજીઓ મળી કુલ- 461 અરજીઓ મળી હતી.

તેમજ ચોરવાડ ખાતે સર્વે કરતાં 63 અરજીઓ મળી હતી. તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અનાજ આપવાપાત્ર છે . જે અરજીઓ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન અાપ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે પરામર્શ સમિતિની બેઠકમાં લઈ શકાય અને વહેલી તકે અરજીઓનો હકારાત્મક નિકાલ કરી સર્વે મુજબ તમામ જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવા રજૂઆત કરી હતી. આ તકે અરજદારો, કોંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દેદારો, જિલ્લા, તાલુકા પંચાયત, પાલિકાના સદસ્યો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...