યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રીકોની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનોખી ભેટ આપી લાંબો દર્શનપથ ટૂંકાવાયો છે. ભારતના બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવ કરોડો ભારતવાસીના આસ્થા સમાન છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી આવતા યાત્રિકો-પ્રવાસીઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાના ભાગ અને માનવીય અભિગમથી નવી ભેટ ઘરી છે.હાલ સોમનાથ મંદિરમાં દર્શન કરવા મંદિર સુધી 350 મીટરથી પણ વધારે અંતર દર્શનપથ પર કાપીને મંદિરના ગર્ભગૃહ સુધી જવું પડે છે. જે હવે ઓછું કાપવું પડશે. દર્શનાર્થીઓને હવે મંદિર સુધીમાં 100 મીટર ઓછું ચાલવું પડશે.
આ માટે સોમનાથ મંદિરના હાલના પોલિસ ચેકીંગ એન્ટ્રી ગેટથી જેન્ટસ-લેડીઝને મંદિર તરફથી દર્શનપથ ટૂંકાવાયો છે. આથી હવે દર્શનાર્થીઓને માત્ર 250 મીટર જ ચાલવું પડશે. હાલ જ્યાં પોલિસના વાહનો ઉભે છે એ ખુલ્લો થયેલો ભાગ અંદર જશે. સોમનાથ ટ્રસ્ટની આ વ્યવસ્થાને કારણે મંદિર પાસે દરરોજ તહેવારોમાં થતી ભીડ અટકશે અને યાત્રિકોને મોકળાશ મળશે. એટલું જ નહી પ્રત્યેક ભારતવાસીઓની મંદિરના બેકગ્રાઉન્ડમાં ફોટા પાડવાની, ઝળહળતી રાત્રી દિવ્ય રોશનીના ફોટા બહારથી પાડવાના અંતરમાં ઘટાડો થશે. સોમનાથ યાત્રાની સ્મૃતિ સરસ રીતે બહારથી ક્લીક કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.