ડિજિટલ ક્રાંતી:સોમનાથ આવતા યાત્રિકોને હવે ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડની સેવાનો લાભ મળશે; ecg સહિતના 20 રિપોર્ટ 5 મિનિટમાં નિકળશે

ગીર સોમનાથ (વેરાવળ)25 દિવસ પહેલા
  • બોડી માસ ઇન્ડેક્ષ-બ્લડપ્રેશર- બોડી સેલ માસ-મીનરલ કન્ટેન્ટ-પ્રોટીન કન્ટેન્ટ જેવા રિપોર્ટ ત્વરીત ઉપલબ્ધ થશે
  • કેનેડાના મુકુંદ પુરોહિત પરીવારે માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય રક્ષાના ભાવથી સોમનાથ ટ્રસ્ટને દાન-ભેટ રૂપે ડિજિટલ ડોક્ટર હેલ્થ પોડ અર્પણ કર્યુ

પવિત્ર યાત્રાધામ પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા કરોડો ભક્તો માટે એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. જેમાં હવે ભક્તો મહાદેવના સાનિધ્યે ડિજિટલ ડોક્ટરનો લાભ લઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટને એક અદ્યતન હેલ્થ પોડ ડિજિટલ ડોક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરીવાર દ્વારા ભેટ રૂપે અર્પણ કરવામાં આવેલ છે. આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત 20 થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હસ્તે મશીન ટ્રસ્ટને અર્પણ કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં દાતા મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. પુરોહિત પરીવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી. આ હેલ્થ પોડ ડિજિટલ ડોક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત 5 મિનિટથી પણ ઓછા સમયમાં આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે. આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે.

રિપોર્ટ ઇ-મેઇલ, વોટ્સઅપ મળી રહેશે
આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇ-મેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે. મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે એટલું જ નહિ આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે 4 ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા 10 લાખની કિંમત ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...