ઊનાળાની સીઝનમાં ઠેર ઠેર પાણીની સમસ્યા સર્જાતી હોય છે. એક બાજુ સરકાર પિવાના પાણીની વ્યવસ્થા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જ્યારે બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાસ્તવિક સ્થિતી કંઈક અલગ જ જોવા મળી રહી છે. ત્યારે જ ગીર-સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળની વાત કરીએ તો અહીંયા પાણીની તિવ્ર અછત જોવા મળી રહી છે.
કારણ કે અનેક વિસ્તારોમાં પિવાના પાણી માટેની લાઈન ન નાખી હોવાનો આક્ષેપ કોંગી નગર સેવક દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યા અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તમામ વિસ્તારોમાં નળ સે જલ યોજના પૂર્ણ થઈ છે. એવી વાતો થઈ રહી છે તે પાયા વિહોણી હોવાનું જણાવ્યું હતું. હાલ વેરાવળમાં પાલિકા દ્વારા 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફિલ્ટર પ્લાન્ટ છતા શુદ્ધ પાણી નહીં
કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. છતાં લોકોને શુદ્ધ પિવાનું પાણી મળી રહેતુ નથી. આજે પણ અનેક વિસ્તારોમાં ટેન્કર જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત ત્રણ-ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે. તેમા 1 કલાક પાણી આપવાના બદલે રોજ 20 થી 30 મિનીટ શુદ્ધ પાણી આપવુ જોઈએ એવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.