રોષ:વીજ ધાંધીયાથી શાણાવાંકીયાના લોકો હેરાન, કહ્યું ચૂંટણીમાં મત માંગવા કોઇએ ન આવવું

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ કહ્યું ત્રણ-ચાર કલાક સુધી વીજ કાપ રાખવામાં આવી રહ્યો છે
  • રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી, લોકોમાં ભારે રોષ

ગીરગઢડાના શાણાવાકીયા ગામમાં વિજપુરવઠો વારંવાર ખોરવાય જતો હોય જેથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.અને આ અંગે તંત્રને અવાર નવાર લેખિત અને મૌખિક રજુઆત કરેલી છે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ગામમાં રોજ દિવસ દરમ્યાન ત્રણ થી ચાર કલાકો સુધી વિજકાપ રાખવામાં આવે છે. તેમજ રાત્રીના સમયે બે ત્રણ કલાક વિજળીની સમસ્યા નો સામનો કરવો પડે છે.

ધોકડવા PGVCL ફોલ્ડ ઓફિસના નંબર ફોન કરવામાં આવે ત્યારે આખી રાત ફોન વ્યસ્ત આવતો હોય તેમજ લેન્ડ લાઈન ફોનમાં સંપર્ક કરવા છતાં તે પણ બંધ હોય વિજધાંધીયાના કારણે ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે.

ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સમયસર પુરતો વિજ પુરવઠો ન મળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તેમજ તમામ વોર્ડના સભ્ય અને સરપંચની અણઆવડતના લીધે ગામમાં એક સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી આવતું તે માટે આવતી ચૂંટણીમાં મતની માંગણી કરવા આવવું નહિ તેવું ગ્રામજનોમાં રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...