ડબલ ટ્રેકના કારણે ટ્રેનના સમયમાં ફેરફાર:ભાવનગર-ઓખા ટ્રેનો તા.5 થી 15 જાન્યુઆરી આંશિક રદ; જ્યારે અમુક ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

રેલવેના ભાવનગર ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામને કારણે તા.5 થી 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થનાર હોવાથી વેરાવળ-અમદાવાદ અને ઓખા-ભાવનગર વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર થવાથી આ રૂટ ઉપર દોડતી ચાર ટ્રેનો આંશીક રીતે રદ રહેંશે. જ્યારે આ રૂટ ઉપર દોડતી અમુક ટ્રેનો તેના નિયત સમય કરતા અડધો કલાકથી દોઢ કલાક સુધી મોડી દોડશે. ત્યારે મુસાફરો ઉપરોક્ત ટ્રેનના શિડ્યુલમાં કરાયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનને લઈ વધુ જાણકારી માટે

પ્રવાસીઓ ફેરફારને ધ્યાને લઈ આયોજન કરે તેવી અપીલ
આ અંગે રેલવેના ડીસીએમ માશુક અહમદના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન અને લાખામાંચી-દલડી વચ્ચેના ડબલ ટ્રેકના કામ માટે બ્લોક કરવામાં આવશે. જેના કારણે તા.4 થી 16 જાન્યુઆરી સુધી ઉપરોક્ત રૂટ ઉપરથી પસાર થતા રેલ ટ્રાફિકને અસર થશે. જેના કારણે 2 ટ્રેનો આંશિક રદ કરાઈ છે. જેમાં ટ્રેન નં.19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.5 થી 15 જાન્યુ. સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. જેથી આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેંશે. જ્યારે ટ્રેન નં.19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.5 થી 15 જાન્યુ. સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. જેથી આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેંશે. જ્યારે ટ્રેન નં.19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.4 થી 14 જાન્યુ. સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેંશે. ટ્રેન નં.19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.5 થી 15 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

વધુમાં તા.4 થી 16 સુધીના સમયગાળા દરમિયાન અમુક ટ્રેનો મોડી થશે. જેમાં બુધવારે ટ્રેન નં.19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નં.22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલર ટાઈમથી લેટ (મોડી) થશે. ગુરૂવારે ટ્રેન નં.19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલર ટાઈમે લેટ (મોડી) થશે. શુક્રવારે ટ્રેન નં.15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલર ટાઈમે લેટ (લેટ) થશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલર ટાઈમે લેટ (મોડી) થશે. જેથી રેલવેમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાને લઈ આયોજન કરે તેવી રેલવે તંત્રએ અંતમાં અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...