181ની કાર્યવાહી:પરિણીતાને 2 વર્ષના બાળક સાથે કાઢી મુકી, સુખદ સમાધાન

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળનાં ઈણાજ સ્થિત 181ની ટીમ સ્થળ પર પહોંચી, બંને પક્ષને સમજાવ્યા

વેરાવળ પંથકના એક ગામમાં રહેતી મહિલાએ 181ની ટીમને જાણ કરી મદદ માંગી હતી. જેથી ઈણાજ સ્થિત ટીમ સ્થળ પર પહોંચી હતી. અને મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે કહ્યું હતું કે, 6 વર્ષથી લગ્ન થયા છે. અને બે બાળકો છે. પરંતુ સાસુ, નણંદ પતિને ચઢામણી કરી ઝઘડા કરાવતા હોય જેથી પરિવારથી અલગ રહેવા જતા રહ્યાં હતા.

તેમ છતાં પતિ, સાસુ અને નણંદ શારિરીક માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા. અને આજે મારકૂટ કરી બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. જો કે, 181ની ટીમે સમાજના આગેવાનોને બોલાવી બંને પક્ષના સભ્યોને સમજાવી આ સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. અને સાસરિયાઓ પણ ત્રાસ નહીં આપે એવી લેખીતમાં બાંહેધરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...