પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યુ છે. હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. જેથી તેમને સરકારે પદ્મ શ્રીનું સન્માન આપ્યું છે.
સિદ્દી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સિદ્દી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે.
દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ
હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.