રાજ્યનો છેવાડાનો અને મોટામાં મોટો તાલુકો હોય અને બે વર્ષ પૂર્વ સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. તે માંથી ઊના તાલુકો પણ બાકાત ન હતો. અને નાઘેર વિસ્તારમાં પણ અસંખ્ય લોકો કોરોનાની ઝપટે ચડી ગયેલા અને તે વખતે કોરાનાના દર્દીઓ ઓક્સીજન વગર હેરાન થયા હતા. અને ઘણા દર્દીઓને દિવસભરની ભાગદોડ વચ્ચે પણ ઓક્સીજન ન મળવાથી મોત નિપજેલ હોવાના અનેક બનાવ બનવા પામેલ અને સ્થાનિક આરોગ્ય વિભાગના તબીબોએ ભૂતકાળમાં કોરોનાની પરિસ્થીતીનો વિચાર કરી હાલ કોરોનાની દહેશત જોવા મળી રહી છે. અને અનેક દર્દીઓ સારવાર લેવા પણ આવતા હોય છે.
ત્યારે સરકારે જ્યારે દર્દીઓની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચી ઓક્સીજન પ્લાન્ટની સુવિધા ઉભી કરી છે. તેની તકેદારી પણ રાખી ટકવામાં નિષ્ફળ ગયા છે. અને હાલ બન્ને પ્લાન્ટ શોભના ગાંઠ્યા સમાન હોય તેમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હોસ્પિટલના સ્થાનિક સુપ્રિડેન્ટની જવાબદારી શું ? તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે. અને હોસ્પીટલમાં સુવિધા હોવા છતાં પણ અસુવિધા હોવાનો તાલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કોરો નાના દર્દીના આરટીપીસીઆર રીપોર્ટ જીલ્લાના વેરાવળ મથકે થતાં અને ત્યાથી રીપોર્ટ આવતા પાંચથી સાત દિવસ થતા અને કોરો નાના દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા હોય આ અંગેની સ્થાનિક આગેવાનો દ્રારા સરકારમાં રજુઆત કરવામાં આવતા સરકારના આરોગ્ય વિભાગ દ્રારા આર ટી પી સી આર લેબ પણ મંજુર કરી આપી અને લાખો રૂપિયાના કિંમતી સાધનો પણ લેબમાં ઉપલબ્ધ કરાયા પરંતુ હાલ આ આટીપીસી આર લેબ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે.જેથી વહેલીતકે ઓક્સિજન પ્લાન્ટ અને આ લેબ શરૂ કરવા માંગ બુલંદ બની છે.
સુપ્રિટેન્ડ ફોન રીસીવ ન કર્યો
ઊના સરકારી હોસ્પિટલના અધિક્ષક તબીબ પાદરેશાનો ટેલીફોનિક સંપર્ક કરવાના બે વખત પ્રયત્નો કર્યા પરંતું તેમણે ફોન રીસીવ કર્યા નહીં અને કલાકો બાદ અધિક્ષકે સામે થી ફોન પણ ન કર્યા હત જ્યારે હોસ્પિટલના સુત્રોને ફોન કરીને પુછ્યુ અધિક્ષક છે કે નહીં ત્યારે સુત્રો માંથી જવાબ મળ્યો કે મિડીયાના ફોન સાહેબ રીસીવ નહીં કરે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.