નોકરી ક્યાં:ગીર સોમનાથ જિલ્લામાં 70 હજાર બેરોજગાર કચેરીના રજીસ્ટરમાં માત્ર 7 હજાર!!

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેરોજગારોને રોજગારી મળે તે હેતુથી રેલી નિકળી. - Divya Bhaskar
બેરોજગારોને રોજગારી મળે તે હેતુથી રેલી નિકળી.
  • યુથ કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા રોજગાર કચેરીનો ઘેરાવ, સૂત્રોચ્ચાર સાથે રેલી

ગીર સોમનાથ યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોજગાર ક્યાં છે ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જિલ્લા રોજગાર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો.અને સરકાર બેરોજગારીના આંકડા છુપાવતી હોવાના આક્ષેપ કર્યા હતા.આ તકે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી મહમદ શાહિદ, વિશ્વનાથસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા, જિલ્લા પ્રમુખ રાકેશ ચુડાસમા ની આગેવાનીમાં તમામ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા સેવા સદન સુધી પહોંચ્યા હતા.

ત્યાર બાદ બેરોજગારોને ન્યાય આપો રોજગારી ક્યાં છે ?તેવા સવાલો ઉઠાવ્યા હતા.યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં જ 30 હજાર જેટલા બેરોજગાર છે જેની સામે રોજગારી કચેરીમાં માત્ર 7 હજાર નો આંકડો દર્શાવાયો છે.આ ઉપરાંત વહેલીતકે યુવાનોને રોજગારી આપવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...