ધરપકડ:લગ્નના ત્રીજા દિવસે જ દાગીના લઈ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન સુરતથી ઝડપાઇ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમી મળતા જ ઊના પોલીસ સ્થળ પર પહોંચી હતી, તપાસ હાથ ધરાઈ

ઊના પંથકના આમોદ્રા ગામે વર્ષ 2019 માં એક યુવક સાથે લગ્ન કરી ત્રીજા જ દિવસે દાગીના લઈ લુટેરી દુલ્હન ફરાર થઇ ગઇ હતી.જો કે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કાવતરૂ ઘડનાર અન્ય એક મહિલાને પણ ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.ઊના તાલુકાના આમોદ્રા ગામે રહેતાં એક યુવાન સાથે એક લુટેરી દુલ્હને લગ્ન કર્યા હતા.બાદમાં દાગીના લઈને ફરાર થઇ ગઇ હતી.જે બનાવની ફરિયાદ ઉના પોલીસમાં દાખલ થઈ હતી.

આ મહિલા સુરત હોવાની બાતમી મળતા જ પો.હે.કો પી.પી બાંભણીયા, હંસાબેન,કિરણબેન સહિતનો સ્ટાફ સુરત પહોંચ્યો હતો અને એસઓજીની ટીમને સાથે રાખી હસીનાબેન યુસુફભાઈ ચૌહાણ અને તેમની સાથે મુમતાજબેન હનીફભાઈ ચૌહાણને ઝડપી લઈ ઉના લઈ આવવામાં આવ્યાં હતાં.અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે,કે લુટેરી દુલ્હન ફરાર થઇ જતાં લગ્નના તાંતણે બંધાયેલા યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...