• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • On The First Day Of Shravan, The Somnath Temple Premises Reverberated With The Sound Of Har Har Mahadev, Devotees Slowly Poured In, Tight Security Was In Place.

વાતાવરણ શિવમય બન્યું:શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજ્યું, ધીમે ધીમે ભક્તોનો પ્રવાહ ઉમટ્યો, સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત

ગીર સોમનાથ (વેરાવળ)13 દિવસ પહેલા
  • પરિસરમાં શિવની આરાધના જાપ કરવા માટે ખાસ ઉભી કરાયેલી વ્યવસ્થાનો ભાવિકોએ લાભ લીધો
  • સવારે 5:30 વાગ્‍યે ખુલ્‍યા બાદ 6:15 વાગ્‍યે પ્રાત:મહાપુજન અને 7 વાગ્‍યે પ્રાત: આરતી થઈ

આજથી શિવની ભક્તિના પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોતિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ધીમીધારે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો હતો. મંદિર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ હતી. તો શ્રાવણ માસને લઈ મંદિરમાં ભાવિકોને પ્રવેશ માટે કરાયેલ નવી વ્યવસ્થા સફળ બની હોય તેમ સરળતાથી દર્શન કરી રહ્યા હતા. પરિસરમાં શિવની આરાધના જાપ કરવા માટે ખાસ ઉભી કરાયેલ વ્યવસ્થાનો પણ ભાવિકો લાભ લઇ રહ્યા હતા.

શ્રાવણની પ્રથમ ધ્વજાપૂજા અધિકારીઓના હસ્તે થઈ
આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરના દ્વાર સવારે 5:30 વાગ્‍યે ખુલ્‍યા બાદ 6:15 વાગ્‍યે પ્રાત:મહાપુજન અને 7 વાગ્‍યે પ્રાત: આરતી થઈ હતી. તે સમયે મહાદેવને પીતાંબર અને ફૂલોનો અલોકિક શણગાર કરવામાં આવ્યો હતો. બાદ 7:45 વાગ્‍યે સવાલક્ષ બિલ્‍વાર્ચન, 9 વાગ્‍યે યાત્રીકોએ નોઘાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠનો.પ્રારંભ થયો હતો. શ્રાવણ માસની મહાદેવને પ્રથમ ધ્વજારોહણ પૂજા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇ સાહેબના હસ્તે થઈ હતી. જેમાં ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, એકઝી.અધિકારી દિલિપભાઇ ચાવડા, મંદિર ડીવાયએસપી એમ.એમ.પરમાર સાથે રહ્યા હતા. બાદ તમામ અધિકારીઓએ પરીસરમાં ટ્રસ્ટ અને પોલીસ દ્વારા કાર્યરત કરાયેલા બંન્ને સહાયતા કેન્દ્રોની મુલાકાત લીધેલ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું.

શ્રાવણ માસને લઈ ભાવિકો માટે ખાસ પ્રવેશ વ્યવસ્થા
શ્રાવણ માસને લઈ ભાવિકોને મંદિર પ્રવેશ માટે ઝોગઝેક પ્રકારની 6 લાઈનો મારફત પુરૂષો-સ્ત્રીઓને અલગ અલગ કરાયેલ વ્યવસ્થા જોવા મળી હતી. જે લાઈનો મારફત પ્રવેશ કરી ભાવિકો સરળતાથી મહાદેવના દર્શન કર્યાનો અનુભવ કરી રહ્યા હતા. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે વ્હેલી સવારથી જ ધીમીધારે ભાવિકોનો પ્રવાહ મંદિર ખાતે ઉમટી રહેલ જોવા મળતો હતો. તેમના હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. મંદિર પરિસર બહાર કુટીર ઉભું કરી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ જેનો લાભ લઇ ભાવિકો શિવના જાપ કરી આરાધના કરી રહ્યા હતા. આમ આજે હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ સાનિધ્યે શરૂ થયેલ શિવોત્સવ આગામી 30 દિવસ સુધી અવિરત ચાલશે.

મંદિરની દૈનિક પૂજાવીધિનો કાર્યક્રમ
આજથી પ્રારંભ થયેલ શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં પૂજાવીધીનો દૈનિક કાર્યક્રમ આ મુજબ રહેશે. જેમાં સોમનાથ મંદિરના દ્રાર 5:30 વાગ્‍યે ખુલ્‍યા બાદ 6:15 વાગ્‍યે પ્રાત:મહાપુજન અને 7 વાગ્‍યે પ્રાત: આરતી થશે. 7:45 વાગ્‍યે સવાલક્ષ બિલ્‍વાર્ચન, 9 વાગ્‍યે યાત્રીકોએ નોઘાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠ થશે., 11 વાગ્‍યે મઘ્‍યાહન મહાપૂજા- મહાદુગ્‍ઘ અભિષેક અને 12 વાગ્‍યે મઘ્‍યાહન આરતી થશે. સાંજે 5 થી 8 સાયં શણગાર દર્શન- દિપમાળા અને સાંજ 7 વાગ્‍યે સાયં આરતી થશે. બાદ રાત્રીના 10 વાગ્યે મંદિર બંધ થશે.

ભાવિકો માટે આ વ્યવસ્થાઓ ખાસ કરાઈ
શ્રાવણ માસમાં આવતા તહેવારોના તથા રવિવાર- સોમવારના ખાસ દિવસોમાં ભાવિકોના ઘસારાને ઘ્‍યાને લઈ સોમનાથ મંદિર વ્‍હેલીસવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ સંગ 18 કલાક ખુલ્‍લ રહયા પછી રાત્રીના 10 વાગ્‍યે બંઘ થશે. જયારે શ્રાવણ માસના બાકીના દિવસોમાં મંદિર નિત્‍યક્રમ મુજબ સવારે 5 : 30 વાગ્‍યે ખુલ્‍યા બાદ રાત્રીના 10 વાગ્‍યે બંઘ થશે. શ્રાવણ માસ દરમ્‍યાન દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીના સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે અને ચાલતા ચાલતા દર્શન કરવાના રહેશે. શ્રાવણ માસ માટે ગુરૂકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. યાત્રાઘામમાં સ્‍વચ્‍છતા જાળવવા ખાસ આયોજન અંર્તગત ડસ્‍ટબીનો મુકવામાં આવેલ છે.

ભાવિકો ઘરબેઠા મહાદેવની પૂજાવીધિ કરાવી શકશે
શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવને દરરોજ અલોકિક શણગારો કરવામાં આવશે જેના ન્યોછાવરના યજમાન બનવાનો લાભ ભાવિકો લઇ શકશે. મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, સોમેશ્વર મહાપૂજા સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG ઉપરથી ઓનલાઇન નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...