મકરસંક્રાંતિના પવિત્ર પુણ્યકાળ દરમિયાન દાનપુણ્ય કરવાનું અનેરૂ મહત્ત્વ રહેલું છે. જેમાં મકરસંક્રાંતિએ પૂજા, ગૌ-પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો લોકો ધાર્મિક સ્થાનોમાં કરી પુણ્યનું ભાથું બાંધે છે. ત્યારે આગામી મકરસંક્રાંતિએ રવિવારના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સવારે 9 વાગ્યે ગૌ-પૂજન, 11 વાગ્યે તલનો અભિષેક તેમજ સાંજે 4 વાગ્યે સાય શ્રૃંગારમાં તલનો અલોકીક શણગાર કરવામાં આવશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 165 જેટલી ગીર-ગાયોનું ગૌ- પાલન સેવા કરવા તેમજ ખેડુતોને ગૌ-પાલન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભઆશયથી ગૌશાળા ચલાવવામાં આવે છે. વર્ષ દરમિયાન ગૌ-પાલન જાગૃતિ અંગેના તેમજ ખેડુતોને પ્રોત્સાહિત કરવા અંગેના અનેક કાર્યક્રમો કરી પુરસ્કાર પદ્મ આપવામાં આવે છે. ત્યારે હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગૌ-માતાનું પાલન અને પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલનાં ભાગદોડવાળા જીવનમાં તેમજ શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/ પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગો-પાલન લોકો ગૌપૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે સોમનાય ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં એક ગીરગાય માટે 31,000 રૂપિયાનું દાન આપીને ગીર-ગાયને દતક લઈ આ લ્હાવો લઈ શકે છે.
હાલ ટ્રસ્ટ પાસે 195 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી નીચે પ્રમાણેની સેવાનો લાભ લેવા સર્વે ભાવિકોને અનુરોધ છે. ઉપરોકત ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ Somnath.org તથા મોબાઈલ નંબર 94262 87638, 94262 87639, 94282 14915, 94262 87959 ઉપરોકત સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે તેઓ ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભાવિકોને મકરસંક્રાંતિએ આ સેવાનો લ્હાવો લેવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.