મિલન:વેરાવળ શહેરમાંથી છેલ્લા ત્રણ માસથી ગુમ મહિલાની ભાળ મળી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા પોલીસને જાણ કરાઇ, પરિવાર સાથે મિલન કરાવાયું

વેરાવળમાં એક મહિલા માનસિક સ્વસ્થતા ગુમાવી દેતા ઘરેથી નીકળી ગયા હતા અને પરિવાર ચિંતિત બન્યો હતો જો કે સારવાર માટે દાખલ થયા બાદ પોલીસને જાણ કરાઈ હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આ અંગેની મળતી વિગત મુજબ,વેરાવળમાં આવેલ આદિત્ય બિરલા હોસ્પિટલમાં એક અજાણ્યા મહિલા સારવાર માટે આવ્યા હોય અને પોતાના પરિવારનું નામ કે ગામ જણાવતા ન હોય જેથી હોસ્પિટલ દ્રારા વેરાવળ સીટી પો.સ્ટે.ને જાણ કરતા પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.ઇશરાણીએ સબ ઈન્સ આર.એચ.સુવાને જાણ કરી હતી

જેથી હેડ.કોન્સ કે.બી.વાદી, વુમન કોન્સ કાજલબેન સોલંકીએ હોસ્પિટલ જઈ મહિલાને જરૂરી પ્રાથમિક સારવાર અપાવી બાદમાં વેરાવળ શહેર ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ ત્યાંના સ્ટાફ ને સાથે રાખી મહિલા સાથે કાઉસેલીંગ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે આ મહિલા છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક સ્વસ્થતા ગુમાવી દેતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા.પોલીસની કામગીરી ને લોકોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...