ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની માસુમ સગીરાની છેડતી કરી જાતીય સતામણી કરી શખ્સ નાસી ગયો હોવા અંગે પીડીતાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. જે અંગે બાતમીના આધારે પોલીસે પંથકના વેલણ ગામેથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સામે આવતા લોકો આરોપી શખ્સ ઉપર ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ગત તારાખ 27ના રોજ કોડીનારના એક ગામે રહેતી 17 વર્ષની સગીર બાળા ઘરે એકલી હતી. તે સમયે માસુમની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં એક શખ્સે પ્રવેશ કરી છેડતી કરી નાસી ગયો હતો. આ અંગે પીડિત માસુમ સગીરાની માતાએ આરોપી અવિનાશ નાનજીભાઈ આંજરી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 354 (એ), 452 તથા પોક્સો એકટ કલમ 8, 18 મુજબની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી નાસી ગયો હોવાથી કોડીનાર પીઆઈ એ.એમ.મકવાણાએ જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીદારો તથા હ્યુમન રિર્સોસની મદદથી મળેલ માહિતીના આધારે તાલુકાના વેલણ ગામેથી આરોપી અવિનાશ નાનજીભાઈ આંજરીને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.