અકસ્માત:પાલડીમાં ચાલુ રિક્ષામાંથી પડી જતા સગીરનું મોત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સાથે જતી વેળાએ અકસ્માત સજાર્યો

ઊનાના પાલડી ગામે રહેતો સગીર રીક્ષામાં તેમના પરીવાર સાથે જતો હતો ત્યારે અચાનક છકડો રીક્ષામાંથી પડી જતાં ગંભીર ઇજા પહોચતા તેમનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા પરીવારજનોમાં શોકપ્રસરી ગયો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઊના પંથકનાં પાલડી ગામે રહેતો અજય રાણાભાઇ સોલંકી ઉ.વ 14 પોતાના ઘરેથી સવારે છકડો રીક્ષામાં બેસી પોતાના પરીવાર સાથે પાલડી થી અંબાડા ગામ તરફ જતાં હતા. ત્યારે કંસારી ગામ નજીક ચાલુ છકડો રીક્ષામાંથી સગીર અચાનક પડી જતાં જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

આ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેમને વધુ ગંભીર ઇજાઓ થયેલ હોય સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતમાં બાળકોનું મોત નિપજતા પરીવારજનોમાં શોકની પ્રસરી ગયેલ હતો. અત્રે ઉલ્લેખનીય એ છે કે, સગીરનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ સવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...