જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પરથી ગડુ ગામ પાસેથી પસાર થતી મેઘલ નદી પર ઘણા સમયથી પુલ નિર્માણની કામગીરી ચાલી રહી હોય જેથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જો કે, બોર્ડ નાનુ હોય વાહન ચાલકોને નજરે ન ચઢતા છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે.
આ અંગેની મળતી વિગત મુજબ જેતપુર- સોમનાથ ફોરટ્રેક પર ગડુ મેઘલ નદીનાં પુલ નિર્માણનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. અને જ્યારે કામ શરૂ થયું એ સમયે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જો કે, ડાયવર્ઝન પર યોગ્ય સવલતો નથી આ ઉપરાંત બોર્ડ પણ નાનુ લગાવ્યું હોય વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલ્યા જાય છે.
આ ઉપરાંત વેરાવળ તરફ જતા વળાંક અને ડિવાઈડર પર વૃક્ષનાં કારણે છાશવારે અકસ્માતનાં બનાવો બની રહ્યાં છે. ત્રણ વર્ષમાં 20થી વધુ ગંભીર અકસ્માતો સર્જાયા છે. અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 200 મીટર આગળ ડાયવર્ઝન પર કોઈ દિશા સુચક બોર્ડ લગાવવામાં આવ્યું નથી.
ચોમાસા પહેલા પૂલ શરૂ કરો
જેતપુર- સોમનાથ ફોરટ્રેક પર ઓઝત નદી, મઘરવાડા ફાટક તેમજ મેઘલ નદી પર પુલ નિર્માણનું કામ શરૂ છે. જો કે, ઓઝતમાં પાણી હોય એ ટૂંક સમયમાં શરૂ થવો મુશ્કેલ છે. પરંતુ મઘરવાડા ફાટક અને મેઘલ નદીના પુલનું કામ પૂર્ણતાના આરે છે. ચોમાસા પહેલા આ ડાયવર્ઝન હટાવવામાં આવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.